Friday, December 21, 2012
Wednesday, December 12, 2012
ટેકનોલોજી
વૈજ્ઞાનિકોએ એવી ટેક્નોલોજી વિકસાવી છે જેનાથી મોબાઇલ પર મોકલેલો એસએમએસ સીધો જ આંખમાં મૂકેલા કોન્ટેક્ટ લેન્સ પર દેખાશે. બેલ્ગિયન સંશોધકોએ શોધેલી આ ટેક્નોલોજી આવનારા સમયમાં કેટલાક ક્રાંતિકારી પરિવર્તનો લાવશે. ધ ટેલિગ્રાફમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર હેન્ત યુનિર્વિસટીની માઇક્રો સિસ્ટમ ટેક્નોલોજી સેન્ટરે વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ શોધ કરી હતી.
આગામી થોડાં વર્ષોમાં આ ટેક્નોલોજી બજારમાં ઉપલબ્ધ બનશે
પ્રોફેસર હર્બર્ટ ડી સ્મેટે જણાવ્યું હતું કે, આ અંગે પાયાની ટેક્નોલોજી શોધી કાઢવામાં આવી છે અને આગામી થોડાં વર્ષોમાં આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે. અગાઉ આ પ્રકારની ટેક્નોલોજીથી થોડા પિક્સલનો ઉપયોગ કરીને તેનું ચિત્ર બનાવામાં આવતું હતું, જોકે આ નવી ટક્નોલોજીમાં આખા લેન્સની સપાટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંશોધકોએ શોધી કાઢેલી એક એપ્લિકેશનમાં કોન્ટેક્ટ લેન્સ પર સંપૂર્ણ પથરાયેલા એક પિક્સલનો ઉપયોગ કરાયો હતો, જે સનગ્લાસની જેમ કામ કરે છે.
ડી સ્મેટે જણાવ્યું હતું કે, આ કોઇ વિજ્ઞાાને ઉપજાવી કાઢેલી વાર્તા નથી પરંતુ હકીકત છે. આ લેન્સની કોર્મિશયલ એપ્લિકેશન પાંચ વર્ષની અંદર બજારમાં ઉપલબ્ધ બનશે. ડી સ્મેટે જણાવ્યું હતું કે, આ શોધનાં કારણે સિનેમા સ્ક્રીનનો વિકલ્પ પૂરો પાડી શકાશે નહીં, જોકે રસપ્રદ રીતે કેટલીક ખાસ એપ્લિકેશનથી રસ્તાની દિશા અને સ્માર્ટ ફોનમાં આવેલા મેસેજ સીધા જ આંખોના કોન્ટેક્ટ લેન્સ પર જોઇ શકાશે. આ લેન્સનો તબીબી હેતુ માટે પણ ઉપયોગ કરી શકાશે જ્યારે કોસ્મેટિક હેતુ માટે આ લેન્સના ઉપયોગથી આંખની આઇરિસનો કલર વ્યક્તિના મૂડ પ્રમાણ બદલી શકશે
Thursday, October 11, 2012
Friday, October 5, 2012
Subscribe to:
Posts (Atom)